Sunday 6 April 2014

આ માણસને ઠાર કરી દો....





સારો માણસ લાગે છે, આ માણસને ઠાર કરી દો,
આખા બોલો લાગે છે, આ માણસને ઠાર કરી દો.

હસીને સૌ ને મળશે એ, સારી વાતો કરશે એ,
આશાવાદી લાગે છે, આ માણસને ઠાર કરી દો.

જન-જનને ભડકાવે છે, સાચો માર્ગ બતાવે છે,
ગાંધીવાદી લાગે છે, આ માણસને ઠાર કરી દો.

સાચી કસમો ભરશે એ, પછી આગમાં બળશે એ,
સાચો પ્રેમી લાગે છે, આ માણસને ઠાર કરી દો.

સત્ય હમેશા બોલે છે, દેશને ઉજ્વળ જોવે છે,
ગાંડો માણસ લાગે છે, આ માણસને ઠાર કરી દો.

                                                 - 'સત્ય' શિવમ 

Friday 28 February 2014





અંદરથી એ ટુકડામાં, વેંહચાઈ ગયેલો માણસ છે,
લાખોની આ વસ્તીમાં, અટવાઈ ગયેલો માણસ છે.

ના પકડો, ના તોડો, એને ના કોઈ અથડાવો,
લોકોની આ ઠોકરથી, પટકાઈ ગયેલો માણસ છે.
 
રડવામાં એ હસશે, ને હસતા હસતા રડશે,
એ સમજુ છે ગાંડામાં, પંકાઈ ગયેલો માણસ છે.

એ ખપશે નાસમજોમાં, આ સમજુઓ ના મોઢેથી,
મૌન રહીને કચરામાં, ફેંકાઈ ગયેલો માણસ છે.

ના નસમાં એ લોહી છે, ને ના આંખોમાં આંસુ,
દુનિયાની નાદારીથી, ટેવાઈ ગયેલો માણસ છે.

શું રેહશે કિંમત એની, આ સ્વર્ણ મઢેલી દુનિયામાં??    
છોડી દો બેહાલ છે એ, ખોવાઈ ગયેલો માણસ છે. 

                                                  - 'સત્ય' શિવમ 

Sunday 9 February 2014

क्या खूब हे.........!

ऐ इश्क़ तेरा हर कोई, अंदाज़ भी क्या खूब हे!
ये हमसफ़र भी खूब हे, ये राहबर क्या खूब हे!   

तुझ पे करू में ऐतबार,या करूँ खुद पे यक़ीन,
यार तेरे इश्क़ में भी, मुश्किलें क्या खूब हे! 

क्या खूब बोला था कोई, ऐ इश्क़ तेरे वास्ते,
ये ज़ख्म भी क्या खूब हे, ये दर्द भी क्या खूब हे!

खो गया आपा कही, तो क़त्ल भी हो जायेगा,
जो इश्क़ में सर पे चढ़ा हे, ये जुनूं क्या खूब हे!

शायद कही तेरे लिए हो, इश्क़ भी ये ना-गरज़,
क्या करू ये दिल मेंरा भी, नासमज क्या खूब हे!

चल करेंगे कोशिशें कि भूल जायेंगे तुझे!
याद की ये महफिलें दिल में भरी क्या खूब हे!

वासता भी क्या दिया, जाये तुझे ऐ हमसफ़र,
ये गुमाँ क्या खूब हे, मगरूर भी क्या खूब हे!

हा इख़तिला करू दे तुझे, मेरे हसींन अंजाम का,
हे प्यार में मिलने लगी ये, मौत भी क्या खूब हे!

                                            -  'सत्य' शिवम्        

   
  

Sunday 25 August 2013

હું ક્યાંક ના ડૂબી જઉં..........








હું ક્યાંક ના ડૂબી જઉં, મોતીની શોધમાં,
જ્યાં પથ્થરો મળતા રહ્યા, ઇશ્વરની શોધમાં!  

ના ટોકતા કોઈ હવે, મુજને આ ધ્યાનમાં,
હું ક્યાંક ના જાગી જઉં, નિંદરની શોધમાં!

આ કુંપળો ફૂટી પછી, એ જાણ થઇ ફળદ્રુપ છું!
હું ક્યાંક ના રસતાળ રઉં, ખેતરની શોધમાં!

એથી તમારા હાથમાં કોઈ, મંત્ર હોવો જોઈએ!
સઘળે તમે મળતાં રહો, તંતરની શોધમાં!

એ વાતથી ડરતો રહ્યો છું, હું સનમ આ પ્રેમથી!
તું ક્યાક ના જાકારો દે, મંઝલની શોધમાં!

આ પ્રેમને પણ આખરે,છે તૃપ્તતાથી થઈ અસર!
તું ચાલતાં થંભી ગઈ,  ઝાંકળની શોધમાં!
    
આ 'સત્ય'ને મારા લગી, કોઈ હવે લાવો નહિ!
હું ક્યાંક ના સળગી જઉં! ઉત્તરની શોધમાં!

                                                 - 'સત્ય' શિવમ    
            

Saturday 17 August 2013

યાદ જરા તું પણ, મને કરતી તો હોઈશ......!







દર્પણને જોઈ, મને મળતી તો હોઈશ!
યાદ જરા તું પણ, મને કરતી તો હોઈશ!

ઝોકાંથી ઉડતી, એ કાળી લટોને તું!
હળવેથી કાનો પર, મુકાતી તો હોઈશ!
                                                     યાદ જરા તું પણ........

જોવે ન'ઈ કોઈ એમ, ડાયરીનાં પાનાં પર,
નામ મારું તું પણ, ક્યાંક લખતી તો હોઇશ!
                                                    યાદ જરા તું પણ.......

યાદ મારી આવે ત્યાં! ધાબા પર બેસીને!
ચાંદ સાથે વાતો પણ, કરતી તો હોઈશ!
                                                   યાદ જરા તું પણ........

નામ મારું આવે ત્યાં, અંદર ને અંદર તું!
શરમાઈ થોડું, મલકાતી તો હોઈશ!
                                                   યાદ જરા તું પણ..........
અંદરથી હોય ભલે દુઃખનું સમુંદર! પણ
લોકોની માટે તું હસતી તો હોઈશ!
                                                   યાદ જરા તું પણ............

ભીની એ આંખોનું, કારણ કોઈ પૂછે તો!
કંકરનાં નામે તું, રડતી તો હોઈશ!
                                                 યાદ જરા તું પણ...........

હાથોમાં હાથ એમાં, ફરવાનું સાથે!
એમ સ્વપ્નોમાં, રોજ મને મળતી તો હોઈશ!  
                                                 યાદ જરા તું પણ...........

                                                 - 'સત્ય' શિવમ

કોનો પ્રભાવ છે....?






કોની થયી આવી અસર? કોનો પ્રભાવ છે?
છે હજુ પાસે બધું, તો પણ અભાવ છે??

પ્રાણનાં છૂટ્યા પછી, શ્વાસોની આ ગતિ??
કોણે કરી આવી દુઆ? કોનો નિભાવ છે??

નિસ્તેજ આ મુખબિંબ ને, રેખા વિચારની!
શું બની ઘટનાં નવી? કેવો બનાવ છે??

એમાં તમારાં ગાલ પર, આ ખંજનો પડતાં રહે!
શું ખાનગી એ રાઝ છે? શેનો ઉઠાવ છે??

એકીટશે જોઉં તને, તો સંશયો કરતી નહિ!
જોઈ કળા કરવી કદર, મારો સ્વભાવ છે!

એક માત્ર તારા સ્પર્શથી, પિત્તળ મટી સોનું થયો!
જાદુઈ તારાં સ્પર્શમાં, કેવો તપાવ છે??

જે  ડાળ પરથી મેહેક્તા, એ ફૂલ તું ચુંટતિ હતી,
એ વૃક્ષને આ સ્પર્શથી, કેવો લગાવ છે!
    
એ વસંતી માદનાં પણ, ઓરતાં આવી ગયા!
તે છતાં એ ડાળમાં, કેવો જુકાવ છે!

ના રાખ તારાં 'સત્ય'ને, આવી રીતે જગથી છૂપું!
છે ઈશ કે એની કૃપા? કોનો નિમાવ છે??

                                         - 'સત્ય' શિવમ    

તમે છો તો લાગે.........







તમે છો તો લાગે કે, ઉપવન બધે છે!
તમે જો ના હો તો, દિશાઓ લડે છે!

હવે શૂન્યતા પણ પળોજણ કરે છે!
પૂછે છે મને, એ ક્યારે મળે છે??

તમારી આ ચુપકીનું, તારણ શું કાઢું?
હવે મૌન મારું, જ બોલી ઉઠે છે!

ના જુઓ બંધ નજરો કરીને આમ મુજને!
શરમ જેવું કંઈક, મને પણ નડે છે!

એ ઈશની હું તમને આપી જ દુઉ ઉપાધી,
હયાતી તમારી કણ કણમાં મળે છે!

હજુ પણ છે સંતોષ મને ફક્ત એનો!
તમારી આ છાયા નજર તો ચડે છે!

                              - 'સત્ય' શિવમ