Saturday 8 September 2012

પ્રેમ

 પ્રેમ 

માનવ કેટલો બંધાયેલો છે. ના પોતાની ઈચ્છા પર કાબુ છે ના પોતાની માયા પર. અમુક વાર માનવી એવી વસ્તુની ઈચ્છા કરી બેસે છે કે જે એની ક્યારેય હોતી જ નથી. અને પ્રેમ તો એવી માયા છે જ્યાં અમુક જ નસીબવંત વ્યક્તિઓ એવા હોય છે કે જે પોતાના પ્રેમ ને પામે છે. જયારે ઘણા એવા પણ હોય છે જે આવો પ્રેમ કરી બેસે છે જે એમનો છે જ નહિ. પણ અ પ્રેમ સંપૂર્ણ પણે નિસ્વાર્થ અને ત્યાગથી ભરેલો હોય છે ભલે પ્રેમ મળે કે ના મળે. આ કવિતા એવા જ નિસ્વાર્થ પ્રેમ ની વાત કરે છે.


જે મારું નથી એની જીદ કરી ને બેઠો છું,
આ પ્રેમ નામની કેવી ચીજ કરી બેઠો છું.

અધુરી રહી જશે એ બધી જ બાજી ઓ.
ક્યાલ છે એ વાત નો તોય ખેલી બેઠો છું,

હું રહીશ સદાય તને પૂજતો.
તને પામવા ની આસ કરી બેઠો છું,

માનતું નથી આ જિદ્દી હૃદય જોને મારું!
મારી બનાવવા તુજ ને ખુદા સાથે જંગ ખેલી બેઠો છું,

ક્યાંથી માનું કે મારી તું છે જ નહિ?
સપના માં તો કેટલીય વાર મારી કરી બેઠો છું!

રડી એટલી આંખો કે આંસુ સુકાઈ ગયા,
જામ સમજી દરેક આંસુ ને એમ જ પીને બેઠો છું.

પ્રેમ છે! બળ-જબરી કેમ કરું તારી સાથે??
જાણું છું તુજ દિલ નું 'સત્ય' એટલે જ પથ્થર થઇને બેઠો છું.
                                                            
                                                               - શિવમ (સત્ય)

No comments:

Post a Comment