Saturday 8 September 2012

કુદરત

                                                                     કુદરત 

ઈશ્વર, ખુદા, અગણતી નામ છે એ શક્તિના પણ કોઈએ આ બેનામ શક્તિને જોઈ છે?? હું આ શક્તિને કુદરતનું નામ આપું છું. કેમ કે કુદરતની સુંદરતા, વક્રતા, અને હર એક કલાઓને મેં આ મારી નજરોએ નિહાળી છે. કુદરત સર્વ વ્યાપી છે એક નાના બીજમાંથી છોડ બનવું કુદરત છે, છોડમાંથી વૃક્ષ બનવું કુદરત છે. કળીમાંથી ફૂલ બનવું કુદરત છે . સુંદર ફૂલનું કરમાઈ જવું કુદરત છે, કરમાઈને ફૂલનું ખરી પડવું અ કુદરત જ છે.


     હું ભૂત છું, હું વર્તમાન અને હું જ ભવિષ્ય છું,
તારી વિચાર શક્તિ થી અકળ છું અકલ્પય છું.

હું સુક્ષ્મ છું હું વિશાલ છું અને હું જ અનંત છું,
હું પ્રકાશ છું હું અંધકાર હું જ સર્વ વ્યપ્ત છું.

હું સૂર્ય છું હું ચંદ્ર છું હું જ વિશ્વ-બ્રહ્માંડ છું,
ઉદય છું હું અસ્ત છું હું જ રજ હું જ પર્વત-પહાડ છું.

કાળી નો હું ક્રોધ છું રક્ષશોનો નાશ છું,
 શક્તિનાંએ સ્ત્રોત સમ વનરાજની હું ત્રાડ છું.

આરંભ છું પ્રચંડ છું હું જ ક્રોધ અજંપ છું,
દુષ્ટ નો નાશ કરતો હું જ નરસિંહ-ક્રષ્ણ છું.

ગંગા છું હું નર્મદા હું જ યમુઅન નીર છું,
કૈલાશ પર જઈને બેઠો સમાધિમાં લીન છું.

કંટ છું હું પુષ્પ છું હું જ બળતો અંગાર છું,
દ્વેષ મોહ ને નકારતી દૈવ શક્તિ અપાર છું.

કલ્પ્ય છું અકલ્પ્ય છું કલ્પના અસીમ છું,
બ્રહ્મ છું પરબ્રહ્મ છું હું જ વિષ્ણુ મહેશ છું.

સાર છું આ કાવ્યનો 'સત્ય' છું અસત્ય છું,
હું તારી કલ્પનાથી પર છું અકલ્પ્ય છું.   
                                
                              - શિવમ (સત્ય)
   
     

No comments:

Post a Comment