Monday 12 November 2012

મારો ગુનો હતો!!

મારો ગુનો હતો!!


 
પુછીશ ક્યારેક તને એ ખુદા કે, તું મુજ પર ક્રુર કેમ બની ગયો ???
શું હતી એ તારી પરીક્ષા કે મારો ગુનો હતો!!!

પ્રેમ કરી બેઠો હતો અંધાળો, આ સ્વાર્થના સંસારમાં, 
સ્વપ્નો વ્યર્થના મેં જોયા એ મારો ગુનો હતો.

શું હતી ભૂલ મારી?? પ્રેમ મારો ક્યાં કુણો હતો??
સહી ગયો ઠોકરો હસતા મોઢે એ મારો ગુનો હતોં.

કહેવાય છે કે અહિ પરીક્ષા માત્ર હીરાની જ થાય છે,
અસહય હતા તારા ઝખ્મો, સહી ન શક્યો મારો ગુનો હતો.

એના એક સ્મિત ખાતર, મારા સ્વપ્નો મેં છોડી દીધાં,
   અંધાળો પ્રેમ કર્યોતો તને એ મારો ગુનો હતો.

મારી ગયા છે હરણાં, એ મૃગજળ ની શોધમાં, 
તને મૃગજળ સમજી બેઠો એ મારો ગુનો હતો.

ક્યાંથી સમજીશ તું મારા અશ્રુઓની કિંમત !
તારા માટે વ્યર્થ રડી બેઠો એ મારો ગુનો હતો.

ચાલીશ નહિ ફરી કદી હું 'સત્ય' ની કેડીએ,
મારા માર્ગથી ડગી ગયો એ મારો ગુનો હતો.   
                                       
                                               -'સત્ય' શિવમ 

No comments:

Post a Comment