Friday 9 November 2012

શું કરીશ નથી જાણતો

 શું કરીશ નથી જાણતો

 

શું કરીશ? નથી જાણતો હવે તારા ગયા પછી, 
કે હવે બગીચો મારો જોને સુનો થઇ ગયો.

કે આ પુષ્પો ની મહેક ચાલી ગઈ ક્યાંક!
અને આ સંસારનો ઝૂલો એકલો રહી ગયો. 

એક જ પલમાં જાણે ચંદ્ર આકાશથી ખરી ગયો,
ભર બપોરે જાણે સૂરજ આ આભથી ઢળી ગયો.

તારા વચનોનો બાણ, ન જાણે શું કરી ગયો!!
હસતો રમતો મહેલ મારો પળ વારમાં પડી ગયો.

કોની રાહ જોઇશ હવે હું, આમ ઢળતી સાંજમાં,
તને તો ઘોર અંધકાર કોણ જાણે ક્યાં લઈ ગયો.

ક્યાંથી ચાલીશ એકલો હું હવે આ માર્ગમાં,
હમસફર તું મને તો!  એકલો જ છોડી ગયો.

ના સમજી શક્યો પ્રેમને તારા જોને હું નાદાન, 
ઝંખનામાં મારી હું ક્યાંથી, સ્વાર્થી બની ગયો ??   

હજુ શોધું છું કારણ! હું આ વ્યર્થનાં કચવાટનું,
ખબર નહિ હું પ્રેમમાં, ક્યાંથી કાચો રહી ગયો???  

સપના જોયાતા મેં માત્ર તારા પ્રેમના જ દરિયાના,
કોણ જાણે ક્યાંથી?? આ ઝાંઝવામાં ડૂબી ગયો. 

અસ્વસ્થ છું હું હવે, જીવ કચવાય છે, અટવાય છે!   
મારા વર્તમાનની ઠેસથી, મુજ ભવિષ્ય કેમ ફરી ગયો?

લાગણી તો પ્રેમની સાચી જ હતી હંમેશથી ,
કોણ જાણે  વિશ્વાસ તારો કેમ મુજથી ડગી ગયો!!

થાય તો પાછો આવજે ક્યારેક એ દોસ્ત મારા,
તારા વગર સંસાર મારો જોને સુનો રહી ગયો!!

 ઉભો છું હું શિષ ઝૂકાવી એક  માફીની રાહમાં,
જો ફરીથી એ ખુદા! એક 'સત્ય' ફાંસી ચડી ગયો.

                                                  -'સત્ય' શિવમ  
  
 

No comments:

Post a Comment