Saturday 15 June 2013








ફૂલ એક કરમાયું, કોરાં ઝાકળની યાદમાં,
ને ક્ષિતિજ પર સુરજ, પણ ઢળતો ગયો'તો.

હું પણ ઉભો'તો ત્યાં, સ્તબ્ધ થઇ એકાદ ક્ષણ,
ને મારો પડછાયો પણ જરા ગળતો ગયો'તો.

કુતુહલ વશ ઢળતી ગઈ, સંધ્યા અચાનક,
ને ચાંદો આકાશે ત્યાં ચડતો રહ્યોયો'તો.

એકલતા ઘેરી ગઈ કાળી એ રાતે ને,
અંદર ને અંદર જીવ ડરતો રહ્યો'તો.

સુમસામ એક રસ્તોને, ઘર પણ અવાવરું,
એ ડૂસકાંનો પડઘો પણ ભળતો રહ્યો'તો.

છોડી એ હાથ મારો કણસ્યો અચાનક!
જેને વર્ષોથી વશમાં હું કરતો રહ્યો'તો!

બોલ્યો એ તારી ને મારી આ સાથે,
છેલ્લી, આખિર ને આ અંતિમ ઘડી છે.

હાથ જોડીને વીનવ્યો મેં અને એકાદ ક્ષણ,
ને થોડી ક્ષણ એને હું કગરી રહ્યો'તો.

પણ આખિર એ છોડીને ચાલ્યો'તો ત્યાંથી,
અંદરથી હું પણ ત્યાં મારતો રહ્યો'તો.

અંતિમ એક ક્ષણમાં જ્યાં આંખો ઉઘાડી,
એ દ્રશ્યને જોતા હું ચોંહકી ગયો'તો!

નીશ્તેજ, નિષ્પ્રાણ, દેહ આંખોની સામે,
અને અગ્નિનો ભડકો પણ બળતો રહ્યો'તો.  

                                          - 'સત્ય' શિવમ

No comments:

Post a Comment