Sunday 25 August 2013

હું ક્યાંક ના ડૂબી જઉં..........








હું ક્યાંક ના ડૂબી જઉં, મોતીની શોધમાં,
જ્યાં પથ્થરો મળતા રહ્યા, ઇશ્વરની શોધમાં!  

ના ટોકતા કોઈ હવે, મુજને આ ધ્યાનમાં,
હું ક્યાંક ના જાગી જઉં, નિંદરની શોધમાં!

આ કુંપળો ફૂટી પછી, એ જાણ થઇ ફળદ્રુપ છું!
હું ક્યાંક ના રસતાળ રઉં, ખેતરની શોધમાં!

એથી તમારા હાથમાં કોઈ, મંત્ર હોવો જોઈએ!
સઘળે તમે મળતાં રહો, તંતરની શોધમાં!

એ વાતથી ડરતો રહ્યો છું, હું સનમ આ પ્રેમથી!
તું ક્યાક ના જાકારો દે, મંઝલની શોધમાં!

આ પ્રેમને પણ આખરે,છે તૃપ્તતાથી થઈ અસર!
તું ચાલતાં થંભી ગઈ,  ઝાંકળની શોધમાં!
    
આ 'સત્ય'ને મારા લગી, કોઈ હવે લાવો નહિ!
હું ક્યાંક ના સળગી જઉં! ઉત્તરની શોધમાં!

                                                 - 'સત્ય' શિવમ    
            

Saturday 17 August 2013

યાદ જરા તું પણ, મને કરતી તો હોઈશ......!







દર્પણને જોઈ, મને મળતી તો હોઈશ!
યાદ જરા તું પણ, મને કરતી તો હોઈશ!

ઝોકાંથી ઉડતી, એ કાળી લટોને તું!
હળવેથી કાનો પર, મુકાતી તો હોઈશ!
                                                     યાદ જરા તું પણ........

જોવે ન'ઈ કોઈ એમ, ડાયરીનાં પાનાં પર,
નામ મારું તું પણ, ક્યાંક લખતી તો હોઇશ!
                                                    યાદ જરા તું પણ.......

યાદ મારી આવે ત્યાં! ધાબા પર બેસીને!
ચાંદ સાથે વાતો પણ, કરતી તો હોઈશ!
                                                   યાદ જરા તું પણ........

નામ મારું આવે ત્યાં, અંદર ને અંદર તું!
શરમાઈ થોડું, મલકાતી તો હોઈશ!
                                                   યાદ જરા તું પણ..........
અંદરથી હોય ભલે દુઃખનું સમુંદર! પણ
લોકોની માટે તું હસતી તો હોઈશ!
                                                   યાદ જરા તું પણ............

ભીની એ આંખોનું, કારણ કોઈ પૂછે તો!
કંકરનાં નામે તું, રડતી તો હોઈશ!
                                                 યાદ જરા તું પણ...........

હાથોમાં હાથ એમાં, ફરવાનું સાથે!
એમ સ્વપ્નોમાં, રોજ મને મળતી તો હોઈશ!  
                                                 યાદ જરા તું પણ...........

                                                 - 'સત્ય' શિવમ

કોનો પ્રભાવ છે....?






કોની થયી આવી અસર? કોનો પ્રભાવ છે?
છે હજુ પાસે બધું, તો પણ અભાવ છે??

પ્રાણનાં છૂટ્યા પછી, શ્વાસોની આ ગતિ??
કોણે કરી આવી દુઆ? કોનો નિભાવ છે??

નિસ્તેજ આ મુખબિંબ ને, રેખા વિચારની!
શું બની ઘટનાં નવી? કેવો બનાવ છે??

એમાં તમારાં ગાલ પર, આ ખંજનો પડતાં રહે!
શું ખાનગી એ રાઝ છે? શેનો ઉઠાવ છે??

એકીટશે જોઉં તને, તો સંશયો કરતી નહિ!
જોઈ કળા કરવી કદર, મારો સ્વભાવ છે!

એક માત્ર તારા સ્પર્શથી, પિત્તળ મટી સોનું થયો!
જાદુઈ તારાં સ્પર્શમાં, કેવો તપાવ છે??

જે  ડાળ પરથી મેહેક્તા, એ ફૂલ તું ચુંટતિ હતી,
એ વૃક્ષને આ સ્પર્શથી, કેવો લગાવ છે!
    
એ વસંતી માદનાં પણ, ઓરતાં આવી ગયા!
તે છતાં એ ડાળમાં, કેવો જુકાવ છે!

ના રાખ તારાં 'સત્ય'ને, આવી રીતે જગથી છૂપું!
છે ઈશ કે એની કૃપા? કોનો નિમાવ છે??

                                         - 'સત્ય' શિવમ    

તમે છો તો લાગે.........







તમે છો તો લાગે કે, ઉપવન બધે છે!
તમે જો ના હો તો, દિશાઓ લડે છે!

હવે શૂન્યતા પણ પળોજણ કરે છે!
પૂછે છે મને, એ ક્યારે મળે છે??

તમારી આ ચુપકીનું, તારણ શું કાઢું?
હવે મૌન મારું, જ બોલી ઉઠે છે!

ના જુઓ બંધ નજરો કરીને આમ મુજને!
શરમ જેવું કંઈક, મને પણ નડે છે!

એ ઈશની હું તમને આપી જ દુઉ ઉપાધી,
હયાતી તમારી કણ કણમાં મળે છે!

હજુ પણ છે સંતોષ મને ફક્ત એનો!
તમારી આ છાયા નજર તો ચડે છે!

                              - 'સત્ય' શિવમ

  

Thursday 15 August 2013

મિજાજી ફિતરત ,........










ફિતરત તારી હંમેશથી, મિજાજી રહી છે,
તેથી અધુરી પ્રેમની, આ બાજી રહી છે.

દર્દ દીધા તેં મને, આ જે દવાનાં નામ પર,
એ જ થી તો સેહત જરા, આ સાજી રહી છે!

હું બુલંદી પર ઉભો છું, એકલો એક વાર જો!
ને મને નાદાન દુનિયા, વકાસી રહી છે!

એમ જોકે પી રહ્યો છું, માદને પણ તે છતાં,
જિંદગી આ ઝેરની, જો પ્યાસી રહી છે!

કંઈક ત્યાં એ શેહેર જેવું, પણ ઉભુતું માર્ગમાં!
એજ જન્નતને નજર, આ તપાસી રહી છે!

તારી ઉપર મારી નજરો, ના રહી પણ તે છતાં!
ચાંદ પર મારી સદા, એક અગાશી રહી છે.

સ્વપ્નસૃષ્ટિ ને હકીકતમાં, હવે શું ભેદ છે!
મારી દુનિયા સ્વપ્ન, થઇને રાચી રહી છે!  

ચલ કરું હું લક્ષથી, ઉપર જરા થોડી સફર,
એમતો આ સરહદો'ય, વિકાસી રહી છે!

હું તને કેહતો નથી કે, તું મને આવીને મળ,
તે છતાં નજરો તમારી, પ્યાસી રહી છે!

'સત્ય' છે કે હું સ્વભાવે, ફૂલથી પણ નમ્ર છું!
તો'ય ફિતરત મારી, પણ નવાબી રહી છે!

                                        - 'સત્ય' શિવમ

www.facebook.com/meshivasatya









  




Wednesday 14 August 2013

પ્રેમ......








પ્રેમ જો કોઈ થાય તો, ખુદ્દારી હોવી જોઈએ,
થઇ ફના મારવાની પણ, તૈયારી હોવી જોઈએ!

એમ ક્યાંથી બંધનો, નડતાં રહે આ પ્રેમને!
પ્રેમની સરહદ જરા, વિસ્તારી હોવી જોઈએ!

એ અચાનક આવીને, ઉજ્જડ કરીને જાય છે!
આ પ્રેમની છેલ્લી ઘડી, આસારી હોવી જોઈએ!

પોચાં હૃદયથી પ્રેમ જેવી, ચીજ તો કંઈ થાય નઈ,
એ અંતનું કારણ અહી, નાદારી હોવી જોઈએ!

પણ અહી મળતા રહે, હર એક પગલે ઝાટકાં,
પ્રેમમાં મળતી વફા, એકધારી હોવી જોઈએ!

આ ખરું કે તાલ પર, એનાં રહું હું નાચતો,
જિંદગી પણ થોડી તો, બેચારી હોવી જોઈએ!

જે બતાવે હસ્તરેખા, એ સદા જોતો રહું?
આ મુક્કદરને જરા લાચારી હોવી જોઈએ.


                                    - 'સત્ય' શિવમ




 

નવી શરૂવાત......









વિતી ગઈ, વીતી ગઈ! એને ફરી ના યાદ કર,
છોડ જે ચાલ્યું ગયું! તું ચલ નવી શરૂવાત કર!

છે પરિવર્તન નિયમ, સંસારનો એ જાણ તું! થઈ,
બેફીકર ચલને ફરી તું યુદ્ધનો આગાઝ કર!

રાત ઢળતી જોઇને, સુરજમુખી થઇ ઢળ નહિ,
કર દીવો અંતર મહી! ને તેજ લઇ તું પ્રભાત કર!

એકાદ-બે ક્ષણ થોભ જે, આખો નજરો દેખ જે!
ને તું બની અર્જુન ફરી, આ યુદ્ધનો અભ્યાસ કર!

જો તું હવે થોભે કદી આ માર્ગમાં અડધે ફરી!
તારો થયો'તો હાલ જે એ હાલને પણ યાદ કર!

આ લાગણીનાં જળ ભવરમાં એ તને ખેચી જશે!
એ પ્રેમનાં કપરાં થયેલા અંતને પણ યાદ કર!

આ માર્ગમાં ઠોકર જડે, તો હારનાં માનીશ કદી!
જે અંતમાં આવી ચડે એ જીતને પણ યાદ કર!

કરવા ખુલાસા 'સત્ય'નાં, તું પણ હવે મથતો નહિ!
છે આંધળી એ ન્યાયની મુરત બધે તું યાદ કર!

                                                 - 'સત્ય' શિવમ



 

  

        
  

Tuesday 13 August 2013

ઓ જિંદગી.....!








એમ તો હું પણ મિજાજી, છું ઘણો ઓ જિંદગી,
તારી આ ખાનાખરાબી, પાસ તારી રાખજે!

ઠોકરોને લાત મારી, હું વધુ છું માર્ગમાં,
તારી આ ગુસ્તાખગીરી, પાસ તારી રાખજે!

હસ્તરેખાનાં ભરોસે, હું કદી રેહતો નથી!
એકધારી આ ગતિને, પાસ તારી રાખજે!

કોઈને નમવું એ, મારો ધર્મ ક્યાં છે! નાસમજ,
ઈશની આ જી-હજૂરી, પાસ તારી રાખજે!

એ મોતનો પણ ડર, આ મારી આંખ ટકશે નહિ!
આ પાંગળી બેકાર, વૃત્તિ પાસ તારી રાખજે!

હું કરું છું એજ જે, મારા હૃદયને દે સુકુન!
તારી આ દરમ્યાનગીરી, પાસ તારી રાખજે!

હું આગ છું બળતો રહીશ! એ રાખની પણ આડમાં,
છે દુઃખ ભરેલી જે હવા, એ પાસ તારી રાખજે!

છું 'સત્ય' હું, સ્વાદે બધાંથી તીવ્ર છું ઓ જિંદગી!
આ પોમલી તારી દલિલો, પાસ તારી રાખજે! 

                                                     - 'સત્ય' શિવમ

Sunday 4 August 2013

ખુદને મળ્યો છું દોસ્ત.........!








કેટલાં પ્રયત્નો બાદ હું, ખુદને મળ્યો છું દોસ્ત!
જાણે રણને પ્યાસ દઇ, પાછો ફર્યો છું દોસ્ત!

ક્યાંક હું ભટકી ગયો, ક્યાં દિશાનો ભ્રમ થયો,
તપતાં હવે ભરતાપમાં, રસ્તો કળ્યો છું દોસ્ત!

હું શિષ લઇ ફરતો રહ્યો, ઈશ્વેરની શોધમાં,
ખુદને જડ્યો એ બાદ, હું ઈશને મળ્યો છું દોસ્ત!

મારાં હતાં એ ભ્રમ હતો, સમજી ગયો હું, આખરે!
તો'ય હું એ સર્વને કેટલો ફળ્યો છું દોસ્ત!

છોડી ગયા છે એ મને એહસાન છે એ એમનો!
ચુપચાપ જીવવાની કળા શીખતો ગયો છું.દોસ્ત!

ખાલીપણાથી શેષ કોઈ માદ જેવું ક્યાં હવે!
બેઠાં હવે હું એકલાં બબડી રહ્યો છું દોસ્ત!

ખુદથી વધુ જ્યાં પ્રેમ અહિયાં કોઈને પણ થાય નહિ!
 જાલિમ દુનિયાની પ્રથા હું સમજી ગયો છું દોસ્ત!

એમ તો આ 'સત્ય' પણ છૂપું કોઈથી ક્યાં રહ્યું!
ખુદમાં રહેલાં ઈશને પરખી ગયો છું દોસ્ત!

                                          - 'સત્ય' શિવમ

                                                                  


 








Love And Life....

Love makes sense in life only in two ways,
Either it will make you or it will break you!
But, after the abundance of love in life.
Life never remains unchanged..!!         - 'Satya' Shiva

Saturday 3 August 2013

Happy ફ્રેન્ડશિપ ડે ..... :)







ઈશ્વર પાસેથી પોતાનાં પ્રેમની માંગણી કરો...!
એ પેહલાં, એક ખાસ મિત્રની માંગણી જરૂર કરજો!

જે માત્ર ફ્રેન્ડશિપ ડે પર જ નહિ રોજ તમારી સાથે રહે...
અને તમારાં કહ્યા વગર જ તમારા દુઃખ અને સુખમાં ભાગીદાર બને.., જેને તમારા પ્રત્યેક આંસુઓનું કારણ અને કિંમત બરોબર ખબર હોય...!

કેમ કે, પ્રેમ માટે કંઈ પણ કરી છૂટવાની લાગણી ધરાવતા આપણે, જયારે એજ પ્રેમને ખોવી બેસીએ છીએ,,....
ત્યારે એ જ મિત્ર આંસુ લૂછે છે.....!  

મિત્રો મને તમારી જરૂર છે... અને હંમેશા રેહશે....

                                                                                                                      - 'સત્ય' શિવમ