Sunday 4 August 2013

ખુદને મળ્યો છું દોસ્ત.........!








કેટલાં પ્રયત્નો બાદ હું, ખુદને મળ્યો છું દોસ્ત!
જાણે રણને પ્યાસ દઇ, પાછો ફર્યો છું દોસ્ત!

ક્યાંક હું ભટકી ગયો, ક્યાં દિશાનો ભ્રમ થયો,
તપતાં હવે ભરતાપમાં, રસ્તો કળ્યો છું દોસ્ત!

હું શિષ લઇ ફરતો રહ્યો, ઈશ્વેરની શોધમાં,
ખુદને જડ્યો એ બાદ, હું ઈશને મળ્યો છું દોસ્ત!

મારાં હતાં એ ભ્રમ હતો, સમજી ગયો હું, આખરે!
તો'ય હું એ સર્વને કેટલો ફળ્યો છું દોસ્ત!

છોડી ગયા છે એ મને એહસાન છે એ એમનો!
ચુપચાપ જીવવાની કળા શીખતો ગયો છું.દોસ્ત!

ખાલીપણાથી શેષ કોઈ માદ જેવું ક્યાં હવે!
બેઠાં હવે હું એકલાં બબડી રહ્યો છું દોસ્ત!

ખુદથી વધુ જ્યાં પ્રેમ અહિયાં કોઈને પણ થાય નહિ!
 જાલિમ દુનિયાની પ્રથા હું સમજી ગયો છું દોસ્ત!

એમ તો આ 'સત્ય' પણ છૂપું કોઈથી ક્યાં રહ્યું!
ખુદમાં રહેલાં ઈશને પરખી ગયો છું દોસ્ત!

                                          - 'સત્ય' શિવમ

                                                                  


 








No comments:

Post a Comment