Thursday 15 August 2013

મિજાજી ફિતરત ,........










ફિતરત તારી હંમેશથી, મિજાજી રહી છે,
તેથી અધુરી પ્રેમની, આ બાજી રહી છે.

દર્દ દીધા તેં મને, આ જે દવાનાં નામ પર,
એ જ થી તો સેહત જરા, આ સાજી રહી છે!

હું બુલંદી પર ઉભો છું, એકલો એક વાર જો!
ને મને નાદાન દુનિયા, વકાસી રહી છે!

એમ જોકે પી રહ્યો છું, માદને પણ તે છતાં,
જિંદગી આ ઝેરની, જો પ્યાસી રહી છે!

કંઈક ત્યાં એ શેહેર જેવું, પણ ઉભુતું માર્ગમાં!
એજ જન્નતને નજર, આ તપાસી રહી છે!

તારી ઉપર મારી નજરો, ના રહી પણ તે છતાં!
ચાંદ પર મારી સદા, એક અગાશી રહી છે.

સ્વપ્નસૃષ્ટિ ને હકીકતમાં, હવે શું ભેદ છે!
મારી દુનિયા સ્વપ્ન, થઇને રાચી રહી છે!  

ચલ કરું હું લક્ષથી, ઉપર જરા થોડી સફર,
એમતો આ સરહદો'ય, વિકાસી રહી છે!

હું તને કેહતો નથી કે, તું મને આવીને મળ,
તે છતાં નજરો તમારી, પ્યાસી રહી છે!

'સત્ય' છે કે હું સ્વભાવે, ફૂલથી પણ નમ્ર છું!
તો'ય ફિતરત મારી, પણ નવાબી રહી છે!

                                        - 'સત્ય' શિવમ

www.facebook.com/meshivasatya









  




No comments:

Post a Comment