Sunday 6 April 2014

આ માણસને ઠાર કરી દો....





સારો માણસ લાગે છે, આ માણસને ઠાર કરી દો,
આખા બોલો લાગે છે, આ માણસને ઠાર કરી દો.

હસીને સૌ ને મળશે એ, સારી વાતો કરશે એ,
આશાવાદી લાગે છે, આ માણસને ઠાર કરી દો.

જન-જનને ભડકાવે છે, સાચો માર્ગ બતાવે છે,
ગાંધીવાદી લાગે છે, આ માણસને ઠાર કરી દો.

સાચી કસમો ભરશે એ, પછી આગમાં બળશે એ,
સાચો પ્રેમી લાગે છે, આ માણસને ઠાર કરી દો.

સત્ય હમેશા બોલે છે, દેશને ઉજ્વળ જોવે છે,
ગાંડો માણસ લાગે છે, આ માણસને ઠાર કરી દો.

                                                 - 'સત્ય' શિવમ 

Friday 28 February 2014





અંદરથી એ ટુકડામાં, વેંહચાઈ ગયેલો માણસ છે,
લાખોની આ વસ્તીમાં, અટવાઈ ગયેલો માણસ છે.

ના પકડો, ના તોડો, એને ના કોઈ અથડાવો,
લોકોની આ ઠોકરથી, પટકાઈ ગયેલો માણસ છે.
 
રડવામાં એ હસશે, ને હસતા હસતા રડશે,
એ સમજુ છે ગાંડામાં, પંકાઈ ગયેલો માણસ છે.

એ ખપશે નાસમજોમાં, આ સમજુઓ ના મોઢેથી,
મૌન રહીને કચરામાં, ફેંકાઈ ગયેલો માણસ છે.

ના નસમાં એ લોહી છે, ને ના આંખોમાં આંસુ,
દુનિયાની નાદારીથી, ટેવાઈ ગયેલો માણસ છે.

શું રેહશે કિંમત એની, આ સ્વર્ણ મઢેલી દુનિયામાં??    
છોડી દો બેહાલ છે એ, ખોવાઈ ગયેલો માણસ છે. 

                                                  - 'સત્ય' શિવમ 

Sunday 9 February 2014

क्या खूब हे.........!

ऐ इश्क़ तेरा हर कोई, अंदाज़ भी क्या खूब हे!
ये हमसफ़र भी खूब हे, ये राहबर क्या खूब हे!   

तुझ पे करू में ऐतबार,या करूँ खुद पे यक़ीन,
यार तेरे इश्क़ में भी, मुश्किलें क्या खूब हे! 

क्या खूब बोला था कोई, ऐ इश्क़ तेरे वास्ते,
ये ज़ख्म भी क्या खूब हे, ये दर्द भी क्या खूब हे!

खो गया आपा कही, तो क़त्ल भी हो जायेगा,
जो इश्क़ में सर पे चढ़ा हे, ये जुनूं क्या खूब हे!

शायद कही तेरे लिए हो, इश्क़ भी ये ना-गरज़,
क्या करू ये दिल मेंरा भी, नासमज क्या खूब हे!

चल करेंगे कोशिशें कि भूल जायेंगे तुझे!
याद की ये महफिलें दिल में भरी क्या खूब हे!

वासता भी क्या दिया, जाये तुझे ऐ हमसफ़र,
ये गुमाँ क्या खूब हे, मगरूर भी क्या खूब हे!

हा इख़तिला करू दे तुझे, मेरे हसींन अंजाम का,
हे प्यार में मिलने लगी ये, मौत भी क्या खूब हे!

                                            -  'सत्य' शिवम्