Sunday, 19 August 2012

ફરી એક વાર

આ  કવિતા મેં મારા દાદા સ્વ. શ્રી હરિવદન ચન્દ્રકાંત પટેલ (સ્વર્ગવાસ તા-15/8/2012) ને અમારી શ્રધાંજલી સ્વરૂપે અર્પી  છે. દાદા સ્વયંમ એક ગુઢ તત્વચિંતક હતા. તેમણે સંપૂર્ણ જીવન પ્રભુ ભક્તિ અને સેવામાં સમર્પિત કર્યું. અને  આ બ્લોગની શરૂઆત મેં દાદા ની યાદમાં કરી છે. એમની અણધારી વિદાય અમને સદાય ડંખશે. આ કવિતા હું તેમને સમર્પિત કરું છું.













 જીવન ફરી એક વાર નવો વળાંક લેશે ,
જિંદગીની સાપ-સીડી એક નવો અંક લેશે .

ફરી એક વાર થશે જન્મ મરણની જંજાળ ,
દુઃખ-સુખ હજુ ક્યાં જંપ લેશે ??

વિકસશે જો કાંટા હજુ ફૂલ સાથે ,
ફરી એક વાર આ ધરા કંપ લેશે .

આવશે સમય હજુ પણ કપરો ,
સ્વાર્થ સ્થાન મૂળ સબંધોમાં લેશે.

બળશે બધા દ્વેષ જ્વાળા એ,
અને મિત્રતામાં અવિશ્વાસ જન્મ લેશે ,

કરશે જો પ્રેમ કસોટી આમ માનવી,
યુધ્ધ સરહદ ના નામે વિશ્વ અંત લેશે,

કરવા દુષણ નો નાશ ધરતી પર,
દરેક કળયુગ માં એક ક્રિષ્ણ જન્મ લેશે.

આપવા ધર્મ નું જ્ઞાન સર્વ ભક્ત જનને,
ફરી કષ્ટ સમય માં 'હરિ' જન્મ લેશે .
                                         -શિવમ(સત્ય )

No comments:

Post a Comment