આમ તો,
કેહવા માટે બધું જ છે,
જીવવા માટે જરૂરી શ્વાસ!
મિનીટમાં આશરે 72 વાર ધબકતું હૃદય,
બે આંખો!
જે ભ્રમ અને સત્યમાં,
ભેદ પરખવાનું શીખી ગઈ છે!
અને એ જ રોજની દિનચર્યા!
એમ તો,
વખત પણ વિતી જ જાય છે!
ઓફીસમાં એ જ ફાઈલોમાં,
લોકોનાં એકાઉનટ્સ ચેક કરતાં,
અચાનક થંભી જતો હું!
ખબર નઈ એ પાનાંઓની વચ્ચે
સ્તબ્ધ થઇ શું શોધું છું!
પછી અચાનક જાણે ભાનમાં આવી
આજુબાજુ એક નજર કરી ફરી કામે લાગી જાઉં છું!
ક્યારેક પેલા દરવાજા પર
ચોંટી જતી મારી નજર!
અને અચાનક કોઈ ભળતો ચેહરો જોઈ!
એ જ ભ્રમ!
વળી પાછી ભોઠી પડી જતી લાગણીઓ સાથે
એ આંખો ફાઈલો જોવા માંડે છે!
દરેક રસ્તા
અને દરેક વળાંક પર તને શોધું છું!
અને રાત ઢળતાં!
એ જ એક ડર!
આખો દિવસ જે ભીંતી,
જે ભ્રમને હું અવગણતો રહ્યો!
એ જ નિદ્રામાં અનુભૂતિ અને
લાગણીની માયાજાળ બની આવે છે!
અને સવાર થતાંની સાથે જ,
આંખોનાં નાજુક પોપચાં પર,
ઝાકળ જેવા બુંદ છોડી ચાલ્યા જાય છે!
એ જ તારા સપનાં!
No comments:
Post a Comment