Wednesday 29 May 2013

બે પડછાયા.......






મને એ બગીચે બે પડછાયા મળે છે,
હસે છે, રડે છે, ને પ્રણય પણ કરે છે.

ત્યાં આવે છે ક્યાંથી એક યુવતીની છાયા,
અને યુવક પણ આવીને ભેટી પડે છે.

ફરે છે એ નાખી હાથોમાં હાથ ક્યારેક,
વળી ક્યારે ક્યારેએ  લડી પણ પડે છે.

રડે છે જો ક્યારેક એ યુવતીની છાયા,
ત્યાં હળવેથી યુવક એ આંસુ લૂછે છે.

રડે છે ત્યારે ત્યારે એ યુવક પણ મનમાં,
અને મક્કમ બનીને પાછો ધીરજ ધરે છે.

કહે છે એ યુવક કંઈક હળવેથી એને,
ને યુવતીનાં મુખ પર સ્મિત ફરફરે છે.

વળી ક્યારે ક્યારે આ છાયાંનું જોડું,
સાથે હસીને ખીલખીલાહટ કરે છે.

ક્યારેક ઢળે છે એ યુવતીની આંખો,
બિચારા એ  યુવકને ઘાયલ કરે છે.

ગુસ્સો કરે છે જયારે જયારે એ યુવતી,
ને યુવક ત્યાં એને મનાવવા મથે છે.

નખરાં કરે છે બે-ચાર ક્ષણ એ પાછી,
ને પછી પાછી યુવકનાં ખોળે ઢળે છે.

ને ત્યાંજ આવી પહોંચે છે સંધ્યા અચાનક,
ને પડછાયા અચાનક છૂટાં પણ પડે છે.

કોણ જાણે એને શું દુશ્મની છે એની,
રોજ રોજ આવી એ દખલ શું કરે છે.

પણ મળે છે એ જોડું ત્યાં ફરી રોજ બાગે,
ને ફરી એ પ્રણયનો નિત્ય ક્રમ આચરે છે.

કરે છે એ'ય એવું જે તું ને હું'ય કરતા,
હસતાં, ને ફરતા, વળી ક્યારે ક્યારે લડતા.

હું જોઉં છું એ જોડું ફરી જયારે જયારે,
મને ત્યારે ત્યારે તારી આ યાદો મળે છે.

હું જોઉં છું ત્યાં જ હવે નિશદિન આ જોડું,
ને મને તારું મારું ત્યાં પ્રતિબિંબ મળે છે.

હું રોજ જઈને બેસું છું ખૂણામાં એક સ્થાને,
ને જોઉં છું રોજ કેવાં એ ખીલતાં રહે છે.

ફરી જઈને બેસીશ હું કાલે એ જ બાગે,
રાહ જોઇશ હું તારી! તું ક્યારે મળે છે ?

                                        - 'સત્ય' શિવમ

No comments:

Post a Comment