Thursday 15 November 2012

ना भुला पाऊंगा कभी ........

  ना भुला पाऊंगा  कभी ........




 

 

वो  तेरी पलकों का ज़िलमिलाना ,

तेरी जुल्फोंमें वो मेरा खो जाना ,

वो मुझे देख के तेरा मुसकुराना ,

और तेरी हँसी से फूलो का वो खिल जाना,

ना भुला पाऊंगा कभी ......

 

वो तितलियो सा तेरा चलना ,

तेरे हर लफ्ज़ पे मेरा बेहेकना ,

वो तेरा मुझसे लिपट जाना ,

अंगडाई लेके तेरा मुझमे सिमट जाना ,

ना  भुला पाऊंगा कभी ,

 

वो तेरी महेकती सांसे ,

वो तेरे जिस्म की खुश्बू ,

वो तेरी जुल्फों का उलझ जाना,

तेरी उलझी लटों को मेरा सुलझाना ,

ना  भुला पाऊंगा  कभी ........

 

वो मेरा पागलपन,

तेरे प्यार में मेरा वो दिवानापन ,

वो तेरा मुझ पे  हक जताना ,

मेरे रूठने पर मुझे तेरा वो हँसके मनाना ,

 ना भुला पाऊंगा  कभी ........

 

वो सुबहा से तुझे मिलने की आस ,

शाम को वो तेरा इंतजार ,

वो प्यारीसी तेरी बातें ,

वो छोटी सी हमारी मुलाकाते ,

ना भुला पाऊंगा  कभी ........

 

वो तेरा मेरी बातों पे रूठ जाना ,

फिर आके मेरी बाँहों में तेरा सिमट जाना,

शाम को जुदा होने के सबब से ,

वो तेरा उदास होक आंसू बहाना,

ना  भुला पाऊंगा कभी .....

 

वो प्यार में मेरी नासमजी ,

मेरे अरमानो की वो बेबसी ,

बेवकूफों सी वो मेरी गलतियाँ ,

वो हज़ारों तेरी माफियाँ ,

  ना भुला पाऊंगा  कभी ........

 

यूँ अचानक तेरा रूठ जाना ,

हजारों बार वो तुझे मेरा मनाना ,

तेरा मुझे वो अनसुना कर के चला जाना ,

अब फासलें हे जो हमारे दरमियाँ ,

 ना भुला पाऊंगा  कभी ........

 

अब यूँही मेरा कहीं खोजाना ,

रोते-रोते मेरा रातों को वो सों जाना ,

फिर अचानक तेरा सपनों में चले आना ,

हर दम हर पल वो तेरी यादें  ,

ना भूला पाऊंगा कभी ........

 

अब हर दम तुझे ही याद करना ,

हर राह पे मेरा बस तुझे ही ढुंनढ़ना,

फिर थक कर मेरा वो आँखों को मूंदना ,

जो बातें अभी तक कहनीं हे तुझे बाकी ,

 ना  भुला पाऊंगा  कभी ........

 

तेरा मुझे यूँ बिच राह में छोड़ जाना ,

बिना कहे मेरी राहों को यूँ मोड़ जाना,

मेरे दिल को तेरा टुकड़ों में यूँ तोड़ जाना ,

आहटों में भी तेरा प्यारसे मुझे ' सत्या ' बुलाना ,

 ना भुला पाऊंगा  कभी ........

 ना भुला पाऊंगा  कभी ........

 ना भुला पाऊंगा  कभी ........

                                          

                               - ' सत्य ' शिवम् 

   

 

Monday 12 November 2012

કેમ???

કેમ???


આત્માને આ દેહથી હવે છૂટો કરું તો કેમ,
બોલ ! હું તારા વગર હવે રહું તો કેમ???

પ્રતિબિંબ છે તું જ! તું જ પડછાયો છે મારો, 
બોલ! ખુદ થી તને અલગ હવે કરું તો કેમ??

જંખના છે તું જ મારી !, શ્વાસ પણ છે તું મારો!
પ્રેમ કરી તુજ ને હવે હું મૌન રહું તો કેમ??

ગર્વ છે તું જ , વિશ્વાસ પણ તું  જ  છે!!
ખુદ ની જ જાતથી હું હવે દુર રહું તો કેમ???

                                                - 'સત્ય' શિવમ  
  

નથી જાણતો !!

નથી જાણતો !!


રહ્યો છું ખૂદને ઓળખી હું એકલા એકાંતમાં
છું અજમ્પિત હું જ કે હું ખુદને પણ નથી જાણતો.

છે બગીચો ક્યાંક મુજમાં, પુષ્પો પણ ખીલ્યાતા અહી,
જોને ખુદથી જ દુર થઇ બેઠોએ પણ હું નથી જાણતો.

કહેતો રહ્યો હું સર્વને, કે સ્વાર્થ છે નહિ મુજમાં લગીર પણ,
સ્વાર્થથી જ તો જીવતો હતો! એ પણ હું નથી જાણતો.

જોઉં છું હું ખુદને જ! અથમતો અહિ આજ ક્યાંક!!
સુદ-બુદ કેમ હું ખોઈ બેઠો! એ પણ હું નથી જાણતો.

હું કરું તો શું કરું?? અસ્વસ્થ છું ! નિસહાય છું !!
ખુદને જ જોઈ રડી બેઠો એ પણ હું નથી જાણતો.

ગુચાઉ છું હું જ ખુદ મારા જ સબંધોની કસોટીએ,
મારા સ્વાર્થને લાગણી કહી બેઠો એ પણ હું નથી જાણતો.

ઊગ્યો હતો છોડ લાગણીનો, ક્યારેક બીજથી એ પ્રેમના,
નિન્દણ સમજી હું જ હણી બેઠો ! એ પણ હું નથી જાણતો.

 આજે જ મેં છે જાણ્યું કે શું છે સાચું 'સત્ય' મારું,
ખુદ નેજ ખુદ થી ખોઈ બેઠો એ પણ હું નથી જાણતો. 

                                                        - 'સત્ય' શિવમ 

ક્ષતિ

ક્ષતિ


કદાચ એ માર્ગ પર ચાલવું આટલું ક્ષતિ પુર્ણ ન હોત!!
જે માર્ગને હું અવગણી ચાલ્યો હતો. 

હા! કદાચ કાંટા જરૂર હોત માર્ગ પર 'સત્ય' ના,
પણ કદાચ આ જિંદગીની ઠેસથી બચી ગયો હોત.

હવે અજંપો એવો છે કે દિશા ભ્રમ થઇ જાય છે બે માર્ગમાં!!
માર્ગ ખોટો પસંદ કર્યો!! કદાચ પ્રેમથી બચી ગયો હોત.

હવે હું અને તું બે ઉભા છીએ કિનારે સામ-સામાં,
હું તો સમો આવ્યો હતો ડગ તેં પણ બે દીધાં હોત તો મળી ગયો હોત,

કહેવાય છે કે તાળી નથી વાગતી એક હાથથી કદી,
હાથ તેં પણ લંબાવ્યો હોત,તો મિલન થઇ ગયો હોત.

હવે સ્થિતિ કંઈક એવી જન્મી છે કે એક તરફ ખાઈ ને બીજી બાજુ દરિયો,
જંખના મને મળી ગઈ હોત તો આવી પરિસ્થિતિ ના હોત. 

                                                                             - 'સત્ય' શિવમ            

મારો ગુનો હતો!!

મારો ગુનો હતો!!


 
પુછીશ ક્યારેક તને એ ખુદા કે, તું મુજ પર ક્રુર કેમ બની ગયો ???
શું હતી એ તારી પરીક્ષા કે મારો ગુનો હતો!!!

પ્રેમ કરી બેઠો હતો અંધાળો, આ સ્વાર્થના સંસારમાં, 
સ્વપ્નો વ્યર્થના મેં જોયા એ મારો ગુનો હતો.

શું હતી ભૂલ મારી?? પ્રેમ મારો ક્યાં કુણો હતો??
સહી ગયો ઠોકરો હસતા મોઢે એ મારો ગુનો હતોં.

કહેવાય છે કે અહિ પરીક્ષા માત્ર હીરાની જ થાય છે,
અસહય હતા તારા ઝખ્મો, સહી ન શક્યો મારો ગુનો હતો.

એના એક સ્મિત ખાતર, મારા સ્વપ્નો મેં છોડી દીધાં,
   અંધાળો પ્રેમ કર્યોતો તને એ મારો ગુનો હતો.

મારી ગયા છે હરણાં, એ મૃગજળ ની શોધમાં, 
તને મૃગજળ સમજી બેઠો એ મારો ગુનો હતો.

ક્યાંથી સમજીશ તું મારા અશ્રુઓની કિંમત !
તારા માટે વ્યર્થ રડી બેઠો એ મારો ગુનો હતો.

ચાલીશ નહિ ફરી કદી હું 'સત્ય' ની કેડીએ,
મારા માર્ગથી ડગી ગયો એ મારો ગુનો હતો.   
                                       
                                               -'સત્ય' શિવમ 

Friday 9 November 2012

શું કહું??

 શું કહું??



આ બીમારીને હું શું કહું? જે મુજને ખાઈ જાય છે,
દિવસ તો ઉગે છે મારો, આંખમાં રાત રહી જાય છે.

હર પળ હર ક્ષણ તારી જ છાયા મળે છે, મુજમાં ક્યાંક!
પડછાયો જ મારો મુજને એકલો છોડી જાય છે.

આશ્રિત છું તુજ પર હવે હું શ્વાસ લેવા માટે પણ,
  આત્મા જ મારો હવે આ પ્રાણવાયુ લઇ જાય છે.

કાપતા મુજ અશકતને હવે રક્ત પણ ન નીકળે કદાચ,
 જેમ જેમ ભડકે બળું છું રક્ત ઈંધણ બનતું જાય છે.

હવે આ આંખમાં સ્વપ્નો નહિ, ડર દેખાશે માત્ર!,
દુર થઇ મુજથી મારી ઊંઘ તો તું લઇ જાય છે.

'સત્ય' કહું છું તુજને મૃત બની ગયો છું હું દેહથી,
નાડી તો ધબકે છે હજુ! પણ શ્વાસ તું લઈ જાય છે!!

                                                      -  'સત્ય' શિવમ    
  
 

શું કરીશ નથી જાણતો

 શું કરીશ નથી જાણતો

 

શું કરીશ? નથી જાણતો હવે તારા ગયા પછી, 
કે હવે બગીચો મારો જોને સુનો થઇ ગયો.

કે આ પુષ્પો ની મહેક ચાલી ગઈ ક્યાંક!
અને આ સંસારનો ઝૂલો એકલો રહી ગયો. 

એક જ પલમાં જાણે ચંદ્ર આકાશથી ખરી ગયો,
ભર બપોરે જાણે સૂરજ આ આભથી ઢળી ગયો.

તારા વચનોનો બાણ, ન જાણે શું કરી ગયો!!
હસતો રમતો મહેલ મારો પળ વારમાં પડી ગયો.

કોની રાહ જોઇશ હવે હું, આમ ઢળતી સાંજમાં,
તને તો ઘોર અંધકાર કોણ જાણે ક્યાં લઈ ગયો.

ક્યાંથી ચાલીશ એકલો હું હવે આ માર્ગમાં,
હમસફર તું મને તો!  એકલો જ છોડી ગયો.

ના સમજી શક્યો પ્રેમને તારા જોને હું નાદાન, 
ઝંખનામાં મારી હું ક્યાંથી, સ્વાર્થી બની ગયો ??   

હજુ શોધું છું કારણ! હું આ વ્યર્થનાં કચવાટનું,
ખબર નહિ હું પ્રેમમાં, ક્યાંથી કાચો રહી ગયો???  

સપના જોયાતા મેં માત્ર તારા પ્રેમના જ દરિયાના,
કોણ જાણે ક્યાંથી?? આ ઝાંઝવામાં ડૂબી ગયો. 

અસ્વસ્થ છું હું હવે, જીવ કચવાય છે, અટવાય છે!   
મારા વર્તમાનની ઠેસથી, મુજ ભવિષ્ય કેમ ફરી ગયો?

લાગણી તો પ્રેમની સાચી જ હતી હંમેશથી ,
કોણ જાણે  વિશ્વાસ તારો કેમ મુજથી ડગી ગયો!!

થાય તો પાછો આવજે ક્યારેક એ દોસ્ત મારા,
તારા વગર સંસાર મારો જોને સુનો રહી ગયો!!

 ઉભો છું હું શિષ ઝૂકાવી એક  માફીની રાહમાં,
જો ફરીથી એ ખુદા! એક 'સત્ય' ફાંસી ચડી ગયો.

                                                  -'સત્ય' શિવમ  
  
 

ના જાણે કેમ ???

ના જાણે કેમ ???

ના જાણે કેમ આજે તને યાદ કરી રોઉં છું,
ઉભો છું ક્ષિતિજ પર સૂર્યને આથમતો જોઉં છું.

મેં પણ કર્યું તું એજ જે તે મારી સાથે કર્યું છે,
પરિણામ મારા જ કરેલા કર્મો નું ભોગવું છું.

નિષ્ઠુર હું જ જાણીના શક્યો સાચા પ્રેમનો અનુભવ,
વિતી હવે જયારે મુજ પર ત્યારે ભૂતકાળને જોઉં છું !

હતા ઘણાં મને પણ પ્રેમ કરનારા, જેને મેં નકાર્યાતા,
તેં મારા પ્રેમ ને નકાર્યો, તો આજે  ભાન કેમ ખોઉં છું??

કદાચ આજ પરિણામ હશે, મારા કરેલ કર્મોનું,
કે, નવી ઉગેલી સવારમાં સૂર્યને ઢળતો જોઉં છું.

બાંધ્યો હતો ઘણી લાગણીએ મહેલ જંખના માટે, 
અણધાર્યા પૂરથી એને ઝાંઝવામાં ડૂબતો જોઉં છું.

એમ તો કહી નહિ શકું કે પાછી વળી જા મારી માટે,
પણ થાય તો પછી આવજે યાચના એવી કરું છું.

હવે શું હશે અંજામ મારો કોણ જાણે શું છે 'સત્ય',
વાળી જા પાછો એ દોસ્ત હું રાહ તારી જોઉં છું.
 
                                                          -'સત્ય' શિવમ   
 

Sunday 23 September 2012

તારા ગયા પછી

તારા ગયા પછી  


એ રંગ હતો તારા પ્રેમનો, તારા ગયા પછી બેરંગ થયો છું.
ક્યારેક ખીલેલા ફૂલ આ ચમનમાં પણ,
હવે એકલતા ની પાનખર થયો છું.

વાચા હતી તું મારી, મારા શબ્દ પણ હતી તું,
વિખુટા પડ્યા પછી, હું નિશબ્દ થયો છું,

કરતો તો વિકાસ ઋતુઓ સાથે ફૂલ સમ હું પણ ,
છોડી ગયી છે તું ને હું કરમાઈ ગયો છું,

શ્વાસ શ્વાસમાં નામ હતું તારું ,
છૂટી ગયો છે હાથ ને હું નિર્જિવ થયો છું.

મારી કરુણતાની હદ તો જો તું!
હું પ્રેમમાં કેટલો પાંગળો થયો છું,

જીવી રહ્યો છું જીવન હું કટકે કટકે,
ઈચ્છામૃત્યુને પણ હવે અસમર્થ થયો છું,

લખું છું ગઝલ હું તારી યાદમાં,
'સત્ય' થઇ ને પણ અસત્ય થયો છું.

                               - શિવમ 'સત્ય'  
        
     

Saturday 22 September 2012

જ્વાળા હૃદયની

જ્વાળા હૃદયની 


 આ હૃદયની જ્વાળાને મારે શાંત કેમ કરવી??
એની અગન એવી ઉંચી કે આત્માને અડે છે.

 અંદરથી હું ભડકે બળું છું,
ભાવનાનો અગ્નિદાહ છું,
કેમ આવી પરીક્ષા કરે છે?,
આત્મા જો! હજુ પણ બળે છે.

કેવી અસમંજસ છે આ,
કેવી કસોટી કરે છે ખુદા,
આંખો ડૂસકે ડૂસકે રડે છે,
આત્મા જો! હજુ પણ બળે છે.

જતી રહી વસંત જોને મારી,
 બગીચો હવે આ પાનખર ભારે છે,
જીવ આ નિર્જિવનો તને કરગરે છે,
આત્મા જો! હજુ પણ બળે છે.

તું કમળમાંથી શુલનો વિકાસ કરે છે,
કેમ તું આવું પરિવર્તન કરે છે,
'સત્ય' પ્રેમને અસત્ય કેમ કરે છે?
આત્મા જો! હજુ પણ બળે છે!
                        
                             - શિવમ 'સત્ય'       
  
  


     

Wednesday 19 September 2012

વસંત જીવનની

વસંત  જીવનની  

છવાઇતી વસંત ક્યારેક આ બગીચામાં પણ,
હવે ઋતુ  પાનખરની આવી છે!.

ઊડી ગયો છે કલરવ દરેક  વૃક્ષ પરનો!
અંશ છે એનો હવે ચુપકીદી છવાઈ છે.

થાય છે ભણકારા મને તારા પ્રેમ ના,!
 એકલો છું માર્ગમાં, ઋતુ વિરહની આવી છે!.

પડે છે પગલા અસ્તવ્યસ્ત હવે માર્ગમાં મારા,
  છોડી દીધો છે હાથ તેં તેથી આ ઘડી આવી છે,

ઊંડો છે જખ્મ જે તેં જ છે,  દીધેલો!
ઉઠે છે હજુ પણ દર્દ ઠેસ એવી વાગી છે.

ડરું છું હવે, અંધારથી પણ રાતમાં,
તારી હુંફ ની આદત કઇક એવી લાગી છે।

હા, ક્યાંક હું પણ હતો માર્ગથી ભટકેલો, 
કરીતી તે પણ એટલી જ ભૂલ એ વાત પણ સાચી છે.

છે 'સત્ય' કે ઝંખું છું તૂજ ને હજુ પણ,
એટલે જ ફરીથી વસંત ની ઝંખના લાગી છે! 
                                            
                                                - શિવમ (સત્ય)   


Saturday 8 September 2012

કુદરત

                                                                     કુદરત 

ઈશ્વર, ખુદા, અગણતી નામ છે એ શક્તિના પણ કોઈએ આ બેનામ શક્તિને જોઈ છે?? હું આ શક્તિને કુદરતનું નામ આપું છું. કેમ કે કુદરતની સુંદરતા, વક્રતા, અને હર એક કલાઓને મેં આ મારી નજરોએ નિહાળી છે. કુદરત સર્વ વ્યાપી છે એક નાના બીજમાંથી છોડ બનવું કુદરત છે, છોડમાંથી વૃક્ષ બનવું કુદરત છે. કળીમાંથી ફૂલ બનવું કુદરત છે . સુંદર ફૂલનું કરમાઈ જવું કુદરત છે, કરમાઈને ફૂલનું ખરી પડવું અ કુદરત જ છે.


     હું ભૂત છું, હું વર્તમાન અને હું જ ભવિષ્ય છું,
તારી વિચાર શક્તિ થી અકળ છું અકલ્પય છું.

હું સુક્ષ્મ છું હું વિશાલ છું અને હું જ અનંત છું,
હું પ્રકાશ છું હું અંધકાર હું જ સર્વ વ્યપ્ત છું.

હું સૂર્ય છું હું ચંદ્ર છું હું જ વિશ્વ-બ્રહ્માંડ છું,
ઉદય છું હું અસ્ત છું હું જ રજ હું જ પર્વત-પહાડ છું.

કાળી નો હું ક્રોધ છું રક્ષશોનો નાશ છું,
 શક્તિનાંએ સ્ત્રોત સમ વનરાજની હું ત્રાડ છું.

આરંભ છું પ્રચંડ છું હું જ ક્રોધ અજંપ છું,
દુષ્ટ નો નાશ કરતો હું જ નરસિંહ-ક્રષ્ણ છું.

ગંગા છું હું નર્મદા હું જ યમુઅન નીર છું,
કૈલાશ પર જઈને બેઠો સમાધિમાં લીન છું.

કંટ છું હું પુષ્પ છું હું જ બળતો અંગાર છું,
દ્વેષ મોહ ને નકારતી દૈવ શક્તિ અપાર છું.

કલ્પ્ય છું અકલ્પ્ય છું કલ્પના અસીમ છું,
બ્રહ્મ છું પરબ્રહ્મ છું હું જ વિષ્ણુ મહેશ છું.

સાર છું આ કાવ્યનો 'સત્ય' છું અસત્ય છું,
હું તારી કલ્પનાથી પર છું અકલ્પ્ય છું.   
                                
                              - શિવમ (સત્ય)
   
     

ખેવના

                                                                        ખેવના 

ખેવના એટલે ઈચ્છા! શું છે આ ઈચ્છા?? મેં કરી છે એક ખેવના ખુદા મારા પ્રેમની તારી પાસે જો તું મને એને લાયક ગણે તો એ મને આપજે. હા, હું સ્વાર્થી અને લાલચુ જરૂર છું!. પણ શું કરું તે રચના જ આવી કરી છે કે એની સુંદરતા ના જેટલા વખાણ કરું એટલા ઓછા છે.

કરું છું ખેવના ખુદા તારી પાસે, 
કે એના એક સ્મિતને મારું જીવન બનવી દે.

રહી જશે અસંતોષ મને અખા જીવનનો, 
એના કરતા આ જીવન ટૂંકાવી દે,

છે અની આંખો મોતી ભરેલો દરિયો,
 મરજીવો કુદે અંદર તો આખું જીવન વિતાવી દે,

છે ખુશ્બુ ગુલાબની એના હરેક બોલમાં,
ખુશ્બુ એવી માદક કે મદહોશ બનવી દે,

કેમ કરે છે એ ખુદા કસોટી આમ મારી,
નથી સહન શક્તિ મને પથ્થર બનવી દે.

નથી ફાવતું મને જીવવાનું કટકે કટકે,
ક્યાંતો અને મારો બનાવી દે ક્યાં તો મને તારો બનાવી દે.

છે પ્રેમ મારો એક પારખેલું  'સત્ય',
જો વિશ્વાસ ન હોય તને એ ખુદા તો અને નકારી ને બતાવી દે.
                                                                    
                                                                    - શિવમ (સત્ય)

પ્રેમ

 પ્રેમ 

માનવ કેટલો બંધાયેલો છે. ના પોતાની ઈચ્છા પર કાબુ છે ના પોતાની માયા પર. અમુક વાર માનવી એવી વસ્તુની ઈચ્છા કરી બેસે છે કે જે એની ક્યારેય હોતી જ નથી. અને પ્રેમ તો એવી માયા છે જ્યાં અમુક જ નસીબવંત વ્યક્તિઓ એવા હોય છે કે જે પોતાના પ્રેમ ને પામે છે. જયારે ઘણા એવા પણ હોય છે જે આવો પ્રેમ કરી બેસે છે જે એમનો છે જ નહિ. પણ અ પ્રેમ સંપૂર્ણ પણે નિસ્વાર્થ અને ત્યાગથી ભરેલો હોય છે ભલે પ્રેમ મળે કે ના મળે. આ કવિતા એવા જ નિસ્વાર્થ પ્રેમ ની વાત કરે છે.


જે મારું નથી એની જીદ કરી ને બેઠો છું,
આ પ્રેમ નામની કેવી ચીજ કરી બેઠો છું.

અધુરી રહી જશે એ બધી જ બાજી ઓ.
ક્યાલ છે એ વાત નો તોય ખેલી બેઠો છું,

હું રહીશ સદાય તને પૂજતો.
તને પામવા ની આસ કરી બેઠો છું,

માનતું નથી આ જિદ્દી હૃદય જોને મારું!
મારી બનાવવા તુજ ને ખુદા સાથે જંગ ખેલી બેઠો છું,

ક્યાંથી માનું કે મારી તું છે જ નહિ?
સપના માં તો કેટલીય વાર મારી કરી બેઠો છું!

રડી એટલી આંખો કે આંસુ સુકાઈ ગયા,
જામ સમજી દરેક આંસુ ને એમ જ પીને બેઠો છું.

પ્રેમ છે! બળ-જબરી કેમ કરું તારી સાથે??
જાણું છું તુજ દિલ નું 'સત્ય' એટલે જ પથ્થર થઇને બેઠો છું.
                                                            
                                                               - શિવમ (સત્ય)

Sunday 19 August 2012

ફરી એક વાર

આ  કવિતા મેં મારા દાદા સ્વ. શ્રી હરિવદન ચન્દ્રકાંત પટેલ (સ્વર્ગવાસ તા-15/8/2012) ને અમારી શ્રધાંજલી સ્વરૂપે અર્પી  છે. દાદા સ્વયંમ એક ગુઢ તત્વચિંતક હતા. તેમણે સંપૂર્ણ જીવન પ્રભુ ભક્તિ અને સેવામાં સમર્પિત કર્યું. અને  આ બ્લોગની શરૂઆત મેં દાદા ની યાદમાં કરી છે. એમની અણધારી વિદાય અમને સદાય ડંખશે. આ કવિતા હું તેમને સમર્પિત કરું છું.













 જીવન ફરી એક વાર નવો વળાંક લેશે ,
જિંદગીની સાપ-સીડી એક નવો અંક લેશે .

ફરી એક વાર થશે જન્મ મરણની જંજાળ ,
દુઃખ-સુખ હજુ ક્યાં જંપ લેશે ??

વિકસશે જો કાંટા હજુ ફૂલ સાથે ,
ફરી એક વાર આ ધરા કંપ લેશે .

આવશે સમય હજુ પણ કપરો ,
સ્વાર્થ સ્થાન મૂળ સબંધોમાં લેશે.

બળશે બધા દ્વેષ જ્વાળા એ,
અને મિત્રતામાં અવિશ્વાસ જન્મ લેશે ,

કરશે જો પ્રેમ કસોટી આમ માનવી,
યુધ્ધ સરહદ ના નામે વિશ્વ અંત લેશે,

કરવા દુષણ નો નાશ ધરતી પર,
દરેક કળયુગ માં એક ક્રિષ્ણ જન્મ લેશે.

આપવા ધર્મ નું જ્ઞાન સર્વ ભક્ત જનને,
ફરી કષ્ટ સમય માં 'હરિ' જન્મ લેશે .
                                         -શિવમ(સત્ય )

અસ્તિત્વ

સાર:
શું ખરેખર ભગવાનનું અસ્તિત્વ છે?? 
જો બધે જ વર્ચસ્વ પ્રભુ નું હોય તો, માનવીની ઓળખ શું છે?? કહવાય છે કે ભક્તિ નું ફળ અચૂક મળે છે, તો  શું તું નસીબ બદલી શકે છે?? લોકો કહે છે કે મારો ઈશ્વર કરે છે ઈચ્છા પૂરી, તો રાત-દિવસ ગરીબી ના નામે મૂર્તિ સામે રડતો ગરીબ કેમ છે?? જો તારું અસ્તિત્વ દરેક કણ દરેક મન માં છે તો માનવીમાં રહેલો આ અહંકાર આ દ્વેષ આ ઈર્ષા શું છે??? આપજે  જવાબ મને મારા સવાલોનો જો તારું ખરેખર અસ્તિત્વ હોય તો ભગવાન નહિ તો તારા અસ્તિત્વ ને હું નકારું છું. 
શું ખરેખર વિચારવા જેવું નથી ?? કે જો  સ્વયં ઈશ્વરએ લખેલ ગીતામાં પણ એમ લખ્યું હોય કે ફળ માત્ર અને જ મળે છે જ મેહનત કરે છે તો પછી આ મૂર્તિ ને પૂજવાનો શો ફાયદો.. ..... .... ?????

હે પ્રભુ જો બધે તારું જ વર્ચસ્વ હોય,
તો મારું અસ્તિત્વ શું છે??

જો ભક્તિથી જ ફળ મળતું હોય,
તો આ નસીબ શું છે??

જો કરતો હોય તું માત્ર ભક્તોની જ ઈચ્છા પૂરી,
તો તને રાત-દિવસ પુજતો ગરીબ શું છે,

જો વસતો હોય તું કણ કણ અને મન મન માં,
તો અહંકાર ની આ વાચા શું છે ???

નથી માનતો તારા અસ્તિત્વ ને હું 'સત્ય'એ ખુદા,
જો મહેનત થી જ ફળ મળતું હોય તો તારી જરૂરત શું છે.
                                                           
                                                             - શિવમ (સત્ય)  

ઓળખાણ

મેં આ  Blogની શરૂઆત મારા દાદા સ્વ. શ્રી. હરિવદન ચન્દ્રકાન્ત પટેલને (સ્વર્ગવાસ તા-15/8/2012) શ્રદ્ધાંજલિ આપવા કરી છે. મારી દરેક કવિતાએ મારા હૃદયમાં સ્ફૂર્તિ ઉર્મીઓ અને વેદના-સંવેદનાનું  કાવ્ય સ્વરૂપ છે. આ બ્લોગમાં રજુ થનારી દરેક રચના મારા દાદાને અર્પિત રેહશે. હું કોઈ કવિ કે લેખક નથી હું માત્ર મારી ઊર્મિઓ અને ભાવનાઓને કાવ્ય સ્વરૂપે રજુ કરવા પ્રયત્ન કરી રહ્યો છું. આ બ્લોગની કોઈ પણ રચના પર આપના દરેક અભિપ્રાય આવકાર્ય છે.  બ્લોગમાં રજુ કરેલી કોઈ પણ રચના પર અપનો વિચાર comment સ્વરૂપે રજુ કરશો. અભાર. 
                                                                                                                                                                    -શિવમ(સત્ય)

સમય

સાર:
"આ જગતમાં સમય સૌથી બળવાન છે. જે અવિરત ગતિમાન રહે છે. એ  કોઈ ને નથી અનુસરતો બધા એને  અનુસરે છે. સમયની એક પલટીથી રાજા ને રંક બનતા વાર નથી લાગતી.. ધરતીની એક ધ્રુજારીથી શાનથી ઉભેલો મેહેલ પણ પડી જાય છે. ગર્વથી મલકાતું યુવાન પુષ્પ સાંજ થતા જ ખરી જાય છે, અને શાનથી ચમકતોઆ સૂર્ય સાંજ થતા ઢળી જાય છે. પ્રિયતમની યાદમાં દિવસ પલકારમાં વીતી જાય છે દુ:ખ ની ઘડી આવતા એક પલ પણ વર્ષ સમ બની જાય છે. એટલો બધો સ્વાર્થી થઇ ગયો છે આ માનવી કે ધનની લાલચમાં જન્મ આપનાર ઈશ્વેર( માં-બાપ) ને પણ ભૂલી જાય છે. 'સત્ય' એ જ છે ક સંપૂર્ણ જીવન જે માનવી સંબંધોની માયામાં વિતાવે છે એ જ અંતમાં બધું ત્યાં જ ત્યજી જાય છે."


 ક્યાં કરે છે કોઈની પ્રતીક્ષા સમય આ જગતમાં,
અહી પળમાં રાજા રંક થઇ જાય છે.

ધરતીના એક ધ્રુજારથી,
હસતો રમતો મહેલ પળ વારમાં પડી જાય છે.

યુવા પુષ્પનું યૌવન સાંજ ઢળતા ખરી જાય છે,
જવાન ઉગેલો સુરજ સાંજે ક્યાં ઢાળી જાય છે???

પ્રેમમાં વર્ષો પળ ની જેમ વીતી જાય છે,
દુઃખનો સમય આવતા પળ વર્ષો બની જાય છે.

ધન ની લાલચમાં માં-બાપને ભૂલી જાય છે,
ભાઈ-બહેનને તો છોડો માનવી ઈશ્વેરને પણ ભૂલી જાય છે,

જીવે છે જે જીવન સુખની મોહ માયામાં 'સત્ય' એ છે કે,
એજ પ્રાણ પંખી અંતમા બધું ત્યાંજ ત્યજી જાય છે.
                                                           
                                                        - શિવમ (સત્ય)