Saturday 22 September 2012

જ્વાળા હૃદયની

જ્વાળા હૃદયની 


 આ હૃદયની જ્વાળાને મારે શાંત કેમ કરવી??
એની અગન એવી ઉંચી કે આત્માને અડે છે.

 અંદરથી હું ભડકે બળું છું,
ભાવનાનો અગ્નિદાહ છું,
કેમ આવી પરીક્ષા કરે છે?,
આત્મા જો! હજુ પણ બળે છે.

કેવી અસમંજસ છે આ,
કેવી કસોટી કરે છે ખુદા,
આંખો ડૂસકે ડૂસકે રડે છે,
આત્મા જો! હજુ પણ બળે છે.

જતી રહી વસંત જોને મારી,
 બગીચો હવે આ પાનખર ભારે છે,
જીવ આ નિર્જિવનો તને કરગરે છે,
આત્મા જો! હજુ પણ બળે છે.

તું કમળમાંથી શુલનો વિકાસ કરે છે,
કેમ તું આવું પરિવર્તન કરે છે,
'સત્ય' પ્રેમને અસત્ય કેમ કરે છે?
આત્મા જો! હજુ પણ બળે છે!
                        
                             - શિવમ 'સત્ય'       
  
  


     

No comments:

Post a Comment