Sunday 6 January 2013

સમયના કસાઈખાને ......

સમયના કસાઈખાને ......




સમયના કસાઈખાને જો હલાલ થાય છે માણસ ,
તલવારના એક ઝાટકે જો કપાઈ જાય છે માણસ.

કળયુગના કોઈ ક્રોધનો જો ભોગ થાય છે માણસ,
અસ્વસ્થ બેહાલ લાગણીનો સંજોગ થાય છે માણસ.

પ્રેમ કરી સૂર્યને પળ પ્રકાશ થાય છે માણસ,
પ્રકાશિ એ પ્રકાશમાં જો અંધ થાય છે માણસ.

અજંપિત લાગણીનો કોઈ બંધ થાય છે માણસ,
અવ્યાખ્યાયિત પ્રેમનો જો સંબંધ થાય છે માણસ.

કટકે-કટકે જિંદગી જો જીવી જાય છે માણસ,
કટકાની જ મોત પણ જો મરી જાય છે માણસ.

ઇચ્છાઓનો પહાડ રોજ ચડી જાય છે માણસ,
 સમયના એક ભૂકંપથી જો પડી જાય છે માણસ.

ગુસ્તાખીઓ પણ કેવી જો કરી જાય છે માણસ ,
પ્રેમ ને જ ખુદા સમજી જો મટી જાય છે માણસ.

પ્રેમમાં જો પાંગળો ક્યાંક બની જાય છે માણસ ,
પ્રેમમાં જ સો જંગ હસતાં લડી જાય છે માણસ.

હસતાં હસતાં પ્રેમમાં જો મટી જાય છે માણસ ,
આખી ' આયુ ' ' સત્ય' પ્રેમનો ઇતિહાસ થાય છે માણસ .

                                                         - ' સત્ય ' શિવમ 

No comments:

Post a Comment