Sunday 28 July 2013

બનીને નીકળું છું!







ક્યાંક વિતેલી પળને મળવા, શ્વાસ બનીને નીકળું છું!
હું મેહ્ક લઇ ભમરાને છળવા, ભાસ બનીને નીકળું છું!  

હર એક ગઝલમાં એજ ગતિને, એજ છંદને, એજ કાફિયો,
લઇ કલમ કાગળને મળવા પ્રાસ બનીને નીકળું છું!

એક કિરણ પડતાંની સાથે, બિંબ લઇને શીશ ઉઠાવે!
ભેજ લઇ સુરજને મળવા ઘાંસ બનીને નીકળું છું!  

ઢળતો સૂરજ જોતાં જોતાં ધરતી જો ફરિયાદ કરે છે!
તેજ લઇ સંધ્યાને મળવા, ચાંદ બનીને નીકળું છું!

દુર ક્ષિતિજે બેસી કોઈ, પ્રિતમ તારી વાટ નિહારે,
સાંજ ઢળે ધરતીને અડવા આભ બની નીકળું છું!

પ્રેમ કરે છે અંધ બની જે, કોઈ બંધ ના કોઈ માંગણી!
રાસ લઈ રાધાને મળવા, શ્યામ બનીને નીકળું છું!

કોઈ અહંમ ને સાથ લઇ, છો અણગમતો વ્યવહાર કરે!  
હું દૂધ મહી સાંકર થઈ ભળવા સ્વાદ બનીને નીકળું છું!

હોય હાથમાં કોઈ જોખીયું, થાય 'સત્ય'નાં એમ ખુલાસા!
કંઠ લઇ વિષને પારખવા, નાથ બનીને નીકળું છું!

                                                         - 'સત્ય' શિવમ




No comments:

Post a Comment