Wednesday, 14 August 2013

પ્રેમ......
પ્રેમ જો કોઈ થાય તો, ખુદ્દારી હોવી જોઈએ,
થઇ ફના મારવાની પણ, તૈયારી હોવી જોઈએ!

એમ ક્યાંથી બંધનો, નડતાં રહે આ પ્રેમને!
પ્રેમની સરહદ જરા, વિસ્તારી હોવી જોઈએ!

એ અચાનક આવીને, ઉજ્જડ કરીને જાય છે!
આ પ્રેમની છેલ્લી ઘડી, આસારી હોવી જોઈએ!

પોચાં હૃદયથી પ્રેમ જેવી, ચીજ તો કંઈ થાય નઈ,
એ અંતનું કારણ અહી, નાદારી હોવી જોઈએ!

પણ અહી મળતા રહે, હર એક પગલે ઝાટકાં,
પ્રેમમાં મળતી વફા, એકધારી હોવી જોઈએ!

આ ખરું કે તાલ પર, એનાં રહું હું નાચતો,
જિંદગી પણ થોડી તો, બેચારી હોવી જોઈએ!

જે બતાવે હસ્તરેખા, એ સદા જોતો રહું?
આ મુક્કદરને જરા લાચારી હોવી જોઈએ.


                                    - 'સત્ય' શિવમ